માણાવદરમાં પીડબલ્યુડી દ્વારા ચોમાસા ટાણે સિનેમા હાઈવે રોડનાં કામમાં ગોકળ ગતિ

માણાવદરમાં પીડબલ્યુડી દ્વારા ચોમાસા ટાણે સિનેમા હાઈવે રોડનાં કામમાં ગોકળ ગતિ

(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર તા.17
માણાવદરમાં સિનેમા ચોકથી બંને બાજુ PWD દ્વારા ચોમાસા ટાણે જ કામ શરૂ કરવાનું સુઝયું છે. અનેક મહિનાથી રોડનું કામ બંને બાજુ ચાલુ હતું ત્યારે જ્યાં એક પણ બાયપાસ રસ્તો નથી તેવી સ્થિતિ ઊભી થઈ છે. તેવા માણાવદર સિનેમા ચોક પાસે રોડનું કામ ચાલુ કરીને આમ જનતાને હેરાન પરેશાન કરવાની વૃતિ દેખાય રહી છે. આ ચાર ચોકથી જૂનાગઢ અને બીજી બાજુ પોરબંદર, ત્રીજી બાજુ ધોરાજી-ઉપલેટા જવા, ચોથી બાજુ કેશોદ આમ બધી બાજુ જવા-આવવા આ રોડ ઉપયોગી છે. તેમાં રોડનું કામ ચાલુ કર્યું મુસીબત એ છે કે આ ચોકથી જૂનાગઢ કે પોરબંદર જવા એક માત્ર રસ્તો છે તે કામ ચાલુ હોય જવું કેમ? શહેરના રસ્તા સાંકડા છે મોટા વાહનો નીકળવા મુશ્કેલી પડે છે. અન્ય પુલ સાંકડા છે મોટા વાહનો નીકળી શકે તેમ નથી કે બાયપાસ રસ્તો નથી. આ રોડ તાકીદે ઝડપી કામ પૂર્ણ કરવા માંગ ઉઠી છે. ટૂંકા રસ્તોમાં વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. બહારપરાથી બસ સ્ટેન્ડ રોડમાં ટ્રાફિક જામ થઈ જાય છે. ચોમાસાં ટાણે તંત્રને કામ કરતા પેહલા આ રોઢ બાયપાસ વ્યવસ્થા કરવાની જરૂર હતી. આ રોડ ઉપર મોટી હોસ્પિટલ આવેલી છે જેમાં ખાસ 108 ઇમરજન્સી વખતે દર્દીને પહોંચાડવા કેમ? રસ્તાના ખોદાણમાં વધુ મુશ્કેલી પડી રહી છે. તાકીદે આ રોડનું કામ પૂર્ણ કરો તે જરૂરી છે.