ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં ટ્રેન હેઠળ કપાઈ જવાથી ૬ મહિલા સહિત ૮ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

કાર્તિક પૂર્ણિમાના સ્નાન માટે વારાણસી જઈ રહેલ યાત્રાળુઓ પર કાલકા એકસપ્રેસ ટ્રેન કાળ બનીને ત્રાટકી

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં ટ્રેન હેઠળ કપાઈ જવાથી ૬ મહિલા સહિત ૮ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

(એજન્સી)      નવી દિલ્હી, તા. ૫
ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં આજે સવારે કાતિર્ક સ્નાન માટે જઇ રહેલા શ્રધ્ધાળુઓના એક સમુહને ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના ચુનાર રેલ્વે સ્ટેશનમાં કાલકા એકસપ્રેસે હડફેટે લેતા ઓછામાં ઓછા ૮ શ્રધ્ધાળુના મૃત્યુ થયા છે અને અનેક ઘાયલ થયા છે જેથી મૃત્યુઆંક વધી શકે છે.  મિર્ઝાપુરના ચુનાર રેલવે સ્ટેશન પર આજે સવારે ૯:૩૦ વાગ્યે કાલકા એક્સપ્રેસ ટ્રેનથી ૭-૮ શ્રદ્ધાળુઓ કપાઈ ગયા હતા. આમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. આ દુર્ઘટના બાદ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી.
રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અકસ્માતમાં માર્યા ગયેલા મોટાભાગના શ્રદ્ધાળુઓ વારાણસીમાં કાતિર્ક પૂણિર્માના સ્નાન માટે જઈ રહ્યા હતા.
સવારે ચોપનથી ચાલનારી પેસેન્જર ટ્રેન સ્ટેશન પર પહોંચી. ત્યારે કેટલાક યાત્રીઓ બીજી તરફ ઊતરી ગયા. જેવા તે ઊતર્યા, ત્યારે જ તેજ રફતાર કાલકા એક્સપ્રેસ તેમને કાપતી નીકળી ગઈ.