મુંબઈ એશિયાનું સૌથી ખુશ શહેર
(એજન્સી) મુંબઇ તા.૬:
ખુશીને માપવી મુશ્કેલ લાગણી છે, પરંતુ જ્યારે શહેરી જીવનની વાત આવે છે, ત્યારે વાતાવરણ, ખોરાક અને નાઇટલાઇફ લોકોનાં જીવનને સીધી અસર કરે છે. તાજેતરના થયેલા સર્વેમાં બહાર આવ્યું છે કે એશિયામાં સૌથી ખુશ લોકો ક્યાં રહે છે ? આ સર્વેમાં સંસ્કૃતિ, સલામતી અને જીવનની ગુણવત્તા જેવા વિવિધ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સૌથી
મોટા સમાચાર એ છે કે એક ભારતીય શહેર ટોચના ૫ાંચ શહેરોની યાદીમાં બીજા બધાને પાછળ છોડીને નંબર વન સ્થાન મેળવ્યું છે.ટાઈમ આઉટ દ્વારા હાથ ધરવામાં આવેલા એક મોટા સર્વે અનુસાર, સપનાનું શહેર, મુંબઈ, માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ખુશ શહેર છે.
હકીકતમાં, ૯૪ ટકા મુંબઈ રહેવાસીઓએ કહ્યું કે તેમનું શહેર તેમને ખુશ કરે છે. ૮૯% લોકો માને છે કે તેઓ મુંબઈમાં બીજા કોઈ પણ જગ્યાએ કરતાં વધુ ખુશી અનુભવે છે. ૮૮% લોકો માને છે કે તેમના ભાગીદારો પણ મુંબઈમાં ખૂબ જ સકારાત્મક અને ખુશ રહે છે.


