જૂનાગઢમાં ‘આહીર રત્ન’ સન્માન સમારોહ અને ગુજરાતનાં શિક્ષણ મંત્રીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં ‘આહીર રત્ન’ સન્માન સમારોહ અને ગુજરાતનાં શિક્ષણ મંત્રીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ, તા.૩
સામાજિક રીતે સવિશેષ અને પ્રથમ પહેલ કહી શકાય તેઓ દાખલો આહીર સમાજ નાં આયોજિત કાર્યક્રમમાં  જાેવા મળ્યો, જુદી જુદી જ્ઞાતિ કક્ષાએ અનેક કાર્યક્રમ આયોજિત થતાં હોય છે, પરંતુ જૂનાગઢ ખાતે શ્રી આહીર કેળવણી મંડળ સંસ્થા દ્વારા  બીએપીએસ અક્ષર મંદિર મુખ્ય સભાગૃહ ખાતે આહીર સમાજની વિશાળ હાજરીમાં  જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાનાં આહીર યાદવ સમાજનાં વડીલો પૂર્વજાે જેમણે ૫૦ થી ૧૦૦ વર્ષ પહેલા સમાજ જીવનનાં અને શેક્ષણિક વિકાસમાં મજબુત યોગદાન આપેલું હોય, તેવાં સમાજનાં ૨૯ દિવંગત વિભૂતિઓ 'આહીર રત્ન' નું પરિવારોનું  સન્માન, જેથી તેમનાં જીવન કાર્ય માંથી આજની વર્તમાન નવી પેઢી પ્રેરણા પ્રાપ્ત કરી શકે. સાથે આ સન્માન કાર્યક્રમ શિક્ષણ રૂપી યજ્ઞ પણ બની રહ્યો જેમાં ગુજરાત સરકારનાં માનનીય રાજય કક્ષાનાં મંત્રી - ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગ ત્રિકમ ભાઈ છાંગાનું અભિવાદન થયું. તો આ કાર્યક્રમમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓ માટે ની સ્કોલરશીપ ફંડ માટે જૂનાગઢ માંથી રૂા.૬૦ લાખનું રેકર્ડ બ્રેક ફંડ આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ દરમ્યાન ફક્ત ૦૨ કલાક માં ઉપસ્થિતો દ્વારા પ્રાપ્ત થયું હતું. 
સમગ્ર  કાર્યક્રમ અખિલ ગુજરાત આહીર સમાજનાં પ્રમુખ અને પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાનાં અધ્યક્ષ સ્થાને, ઉદ્ઘાટન ધારાસભ્ય- ભગવાનભાઈ બારડ દ્વારા, તેમજ સંત મહાદેવગીરીબાપુ, પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જાેટવા, વેજાભાઈ રાવલીયા, દિનેશભાઈ ખટારીયા, હમીરભાઈ બારડ, પ્રવીણભાઈ ચાવડા, મુળુભાઈ કંડોરીયા, પ્રવીણભાઈ માડમ, બાલુભાઈ જાદવ, ભરતભાઈ નંદાણીયા સ્થાનિક સહીત અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરનાં આહીર સમાજનાં અગ્રણીઓ તેમજ જૂનાગઢ જીલ્લાનો આહીર સમાજનાં ભાઈઓ બહેનો પરિવારો ખુબજ મોટી સંખ્યા હાજર રહ્યા હતા. કાર્યક્રમ ગુજરાત આહીર  કેળવણી મંડળ સંસ્થાનાં પ્રમુખ  પ્રવીણ ભેડા, મહેશ કારેથા, કે.આર. રામ, મેરામણ ગંભીરનાં માર્ગદર્શનમાં તેમજ સ્થાનિક કક્ષાએ રાઘવજી જાલંધરા, અર્જુન કારેથા, ડી.કે વરૂ, સોનલબેન બોદર સહીત સ્થાનિક કર્મચારી મંડળ, યુવક મંડળ, મહિલા મંડળ વગેરેએ કાર્યક્રમને સફળતા અપાવવા ભારે જહેમત ઉઠાવેલ હતી.