શેરબજાર, રૂપિયો, સોનુ-ચાંદી ધડામ : સેન્સેકસમાં 1000 પોઈન્ટનો કડાકો : ક્રુડ સળગ્યું

શેરબજાર, રૂપિયો, સોનુ-ચાંદી ધડામ : સેન્સેકસમાં 1000 પોઈન્ટનો કડાકો : ક્રુડ સળગ્યું

(એજન્સી)      મુંબઈ, તા.3
અમેરિકા-ઇરાન યુધ્ધમાં સીઝફાયર વચ્ચે પણ છમકલા જેવા હુમલાનો સિલસિલો જારી રહેવાથી નાણાં બજારોમાં ફરી ઉથલપાથલ સર્જાઇ છે. શેરબજાર, રૂપિયો તથા સોના-ચાંદી ગગડ્યા છે જ્યારે ક્રૂડતેલ સળગ્યું છે.
શેરબજારમાં આજે શરૂઆત જ મંદીના ટોને થઇ હતી. અમેરિકા-ઇરાન વચ્ચે ફરી સામસામા હુમલા થતાં ગભરાટ સર્જાયો હતો. આક્રમક વેચવાલીના દબાણ હેઠળ મોટાભાગના શેરો તૂટ્યા હતા.
વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીનો ખચકાટ હતો. મોંઘવારીના પડકાર વચ્ચે રીઝર્વ બેંકની ધિરાણનીતિ પર નજર રાખવામાં આવતી હતી. 
લાર્જકેપ-મીડ-સ્મોલ કેપ શેરો પણ ગગડ્યા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1000 પોઇન્ટના કડાકાથી 73561 હતો. નિફટી 300 પોઇન્ટ ગગડીને 23180 હતો.
કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ ગગડ્યો હતો. પ્રારંભિક કામકાજમાં જ ધોવાણ થયું હતું અને 47 પૈસા ગગડીને 95.74 હતો. સોના-ચાંદીમાં પણ મંદીનો આંચકો હતો. વિશ્વ બજારમાં સોનુ તૂટીને 4470 ડોલર હતો.