જીએસટી ઘટાડાનો લાભ લેવા ઈ-કોમર્સ કંપનીઓ આતુર : રૂા.૧.ર૦ લાખ કરોડનું વેચાણ થશે

જીએસટી ઘટાડાનો લાભ લેવા ઈ-કોમર્સ કંપનીઓ આતુર : રૂા.૧.ર૦ લાખ કરોડનું વેચાણ થશે

(એજન્સી)   નવી દિલ્હી તા.૧૩
FLIPKART અને AMAZON સહિતની તમામ મોટી ઈ-કોમર્સ કંપનીઓએ તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં બદલાયેલી ગુડ્સ એન્ડ સવિર્સીસ ટેક્સ (GST) સિસ્ટમનો લાભ લેવા માટે ટેકનિકલ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. દરોમાં ફેરફારને કારણે, આ વર્ષે તહેવારોનું વેચાણ ૨૭ ટકા વધીને રૂ. ૧.૨૦ લાખ કરોડ થવાની ધારણા છે. ઈ-કોમર્સ કંપનીઓ તહેવારો દરમિયાન ઘણી ખરીદીની અપેક્ષા રાખે છે. તેથી જ તેઓએ તેમના પ્લેટફોર્મ અપડેટ કર્યા છે અને ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા ટેક્સ કોડ વિશે હજારો વિક્રેતાઓને તાલીમ આપી છે. એક અગ્રણી ઈ-કોમર્સ કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીએ બેકએન્ડ સોલ્યુશન્સ બનાવવામાં, બદલાયેલા GST કોડ વિશે વેચાણકર્તાઓને માહિતી આપવામાં અને નવી ટેક્સ સિસ્ટમને અનુકૂલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અધિકારીએ કહ્યું, અમારા વિક્રેતાઓ માટે નિયમોનું પાલન કરવું અને સરળતાથી વ્યવસાય કરવો ખૂબ જ સરળ બની ગયું છે. તહેવારોની મોસમ નજીક આવી રહી છે, અમને જબરદસ્ત માંગ અને વપરાશમાં તીવ્ર વધારો થવાની અપેક્ષા છે.