વડાપ્રધાન મોદી આજે હિંસાગ્રસ્ત મણીપુરની મુલાકાતે

વિસ્થાપીત લોકો સાથે વાતચીત અને રૂા.૮પ૦૦ કરોડના વિકાસ પ્રોજેકટનો શિલાન્યાસ કરશે 

વડાપ્રધાન મોદી આજે હિંસાગ્રસ્ત મણીપુરની મુલાકાતે
Press Trust of India

(એજન્સી)       મણીપુર તા.૧૩ :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મણિપુરની મુલાકાતે 
જઈ રહ્યા છે, જે રાજ્યમાં બે 
વર્ષ પહેલાં ભડકેલી વંશીય હિંસા પછી તેમની આ પ્રથમ મુલાકાત 
છે. મૈતેઇ અને કુકી-ઝો સમુદાયો વચ્ચે મે મહિનામાં શરૂ થયેલી આ હિંસામાં ૨૦૦થી વધારે લોકોના મોત થયા છે અને હજારો વ્યક્તિઓ વિસ્થાપિત થયા છે. વડાપ્રધાન ચુરાચંદપુર અને ઇમ્ફાલમાં આંતરિક વિસ્થાપિત વ્યક્તિઓ (આઇડીપી) સાથે વાતચીત કરવાના છે., જેમાં રાજ્યમાં 
ચૂપ્પરસી કેમ્પોમાં રહેતા ૬૨ હજાર વધારે લોકોની મુશ્કેલીઓ પર ભાર મૂકાયો. મણિપુરના મુખ્ય સચિવ પુનીત કુમાર ગોયલે જણાવ્યું કે, વડાપ્રધાને આઇઝોલથી ચુરાચંદપુરમાં બાર વાગ્યે પહોંચીને પીસ ગ્રાઉન્ડ પર સભાને સંબોધિત કરી છે. ત્યાં તેઓ સાત હજાર ત્રણસો કરોડના વિકાસ 
પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરી ર
હ્યા છે, ત્યારબાદ બે વાગ્યે ઇમ્ફાલના કંગલા ફોર્ટ પહોંચીને વિસ્થાપિત પરિવારો સાથે મળાપ માધ્યે ૧૨૦૦ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં માનત્રીપુખરીમાં સિવિલ સેક્રેટારિયેટ, આઇટી એસઇઝેડ બિલ્ડિંગ, નવું પોલીસ હેડક્વાર્ટર્સ અને ચાર જિલ્લાઓમાં ઇમા માર્કેટ્સનો સમાવેશ છે. અખબારી અહેવાલો અનુસાર, આ મુલાકાત રાજ્યમાં શાંતિ અને વિકાસના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે, જોકે કુકી-ઝો કાઉન્સિલે અલગ વહીવટી વ્યવસ્થાની માંગ ફરીથી ઉઠાવી છે. એવું પણ જણાવાયું છે કે, ચુરાચંદપુરમાં રાજીવ ગાંધી પછી ચોલીસ વર્ષ પછી કોઈ વડાપ્રધાનની મુલાકાત થઈ રહી છે, જે કુકી વિસ્તાર માટે મહત્વપૂર્ણ છે. એનડીટીવીના તારણ મુજબ, વડાપ્રધાને ટ્વીટર પર લખ્યું કે, "મણિપુરના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ, જેમાં રસ્તા, હાઇવે અને મહિલા હોસ્ટેલનો સમાવેશ છે." આ મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવી રહી છે, જેમાં રાજ્ય અને કેન્દ્રીય સશસ્ત્ર દળો તૈનાત કરાયા છે. રાહુલ ગાંધીએ આ મુલાકાતને "મોટી બાબત નથી" કહીને વોટ ચોરીના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ મુલાકાતથી રાજ્યમાં શાંતિની આશા જગાવાઈ છે, પરંતુ વંશીય તણાવને લીધે લાંબા ગાળાના ઉકેલની જરૂર હોવાની પણ ચર્ચા છે.