“ચીફ જસ્ટિસ દલીત છે એટલે ઉંચી જાતીના લોકોથી સહન નથી થતું” - કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૦
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ માંગ કરી કે, ઝ્રત્નૈં બી. આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનતાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ દાખલ થવો જોઈએ.
આ ઘટના એટલે થઈ કારણ કે, ઉચ્ચ જાતિના અમુક લોકો એ વાત સ્વીકાર ન કરી શક્યા કે, દલિત સમુદાયથી આવનારા ન્યાયાધીશ આટલા મોટા પદ પર પહોંચી ગયા. પ્રમુખ દલિત નેતા, સામાજિક ન્યાય અને અધિકાર રાજ્ય મંત્રી આઠવલેએ એક સંમેલનમાં કહ્યું કે, ‘આ ઘટના નિંદનીય છે. આઠવલેએ કહ્યું કે, ચીફ જસ્ટિસ પર હુમલાનો પ્રયાસ પહેલીવાર થયો છે. ભૂષણ ગવઈ દલિત સમુદાયમાંથી આવે છે અને તેમણે પોતાની યોગ્યતાના આધારે આ પદ મેળવ્યું છે. અમુક ઉચ્ચ જાતિના લોકો આ તથ્ય પચાવી શકતા નથી.


