મકાન માલિક વિરૂધ્ધ જઈને ભાડુઆત સંપત્તિ પર કબ્જાે કરી શકે નહીં : સુપ્રિમ કોર્ટનો ઐતિહાસીક ચુકાદો

મકાન માલિક વિરૂધ્ધ જઈને ભાડુઆત સંપત્તિ પર કબ્જાે કરી શકે નહીં : સુપ્રિમ કોર્ટનો ઐતિહાસીક ચુકાદો

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૩: 
દિલ્હીના એક જૂના ભાડૂઆત વિવાદ પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેનાથી દેશભરના મકાન માલિકોને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ભાડે રહેનારા વ્યક્તિ ક્યારે પણ તે સંપત્તિ પર માલિકી હકનો દાવો કરી શકતો નથી, જો તે કાયદેસરના ભાડા કરાર હેઠળ રહેતા હોય.
જાસ્ટિસ જે. કે. માહેશ્વરી અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે જ્યોતિ શર્મા વિ. વિષ્ણુ ગોયલ કેસમાં આ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે નીચલી અદાલતના ર્નિણયને પલટતા કહ્યું કે ભાડૂઆત જેણે ભાડા કરાર સાઇન કર્યો, ભાડું આપ્યું અને મકાન માલિકની માલિકીના હકને સ્વીકાર કર્યો. તે બાદમાં તેના પર વિવાદ કરી શકે નહીં.
આ કેસ વર્ષ ૧૯૫૩થી ચાલી રહ્યો હતો. દિલ્હીની એક દુકાનને રામજી દાસે ભાડે પર આપી હતી. બાદમાં તેમને વારસદારોને ભાડું મળતું રહ્યું. ૧૯૯૯માં બનેલી વસિયત અને ૧૯૫૩ના રિલીક્વિશમેન્ટ ડીડના આધાર પર સંપત્તિની માલિકી તેમની પુત્રવધૂ જ્યોતિ શર્માને મળી. તેમણે પારિવારિક મીઠાઈ વ્યવસાયના વિસ્તાર માટે દુકાન ખાલી કરવાની માગ કરી. પણ ભાડૂઆતે એવું કહીને વિરોધ કર્યો કે સંપત્તિ રામજી દાસના કાકાની હતી અને વસિયત નકલી છે.