હરીયાણાના ફરીદાબાદ ખાતે તબીબના ઘરમાંથી ૩૬૦ કિલો RDXનો જથ્થો ઝડપાયો
ફરીદાબાદમાં આતંકીઓનું ઝેરી ષડયંત્ર સામે આવ્યું : ગુજરાત સહિત ૪ રાજયોમાં આતંકવાદીઓના અડ્ડા ઉપર દરોડાની કાર્યવાહી
(એજન્સી) ફરીદાબાદ તા.૧૦
ગઈકાલે ગાંધીનગરમાંથી છ્જીએ ૩ આતંકી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ૩ પિસ્તોલ, ૩૦ કારતૂસ અને કેમિકલનો જથ્થો મળ્યો હતો, જ્યારે આજે જમ્મુ-કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડા પાડ્યા. એ દરમ્યાન આશરે ૩૬૦ કિલો ઇડ્ઢઠ, એક છદ્ભ-૪૭ અને દારૂગોળો અને કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે, જેથી શક્યતા છે કે આતંકીઓ કોઈ મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, જેથી ગુજરાત સહિત ૪ રાજ્યમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ડોક્ટરનું નામ આદિલ અહેમદ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ૭ નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં તેની ધરપકડ કરી હતી. આદિલની પૂછપરછ ચાલી રહી છે અને તેણે ફરીદાબાદમાં વિસ્ફોટકો લગાવ્યા હોવાની કબૂલાત કરી છે.
આદિલ અગાઉ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. તેણે ૨૦૨૪ માં ત્યાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેણે સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી. ડૉ. આદિલે આપેલી માહિતીના આધારે બીજા ડોક્ટર મુજાહિલ શકીલની ૭ નવેમ્બરના રોજ પુલવામા (કાશ્મીર) થી ધરપકડ કરવામાં આવી હતી.


