ટ્રમ્પને મારી નાખવાની ખુલ્લી ધમકી તેહરાનમાં વિવાદીત હોર્ડિંગ્સ લાગ્યા
તેહરાન, તા.૪:
અમેરિકામાં યોજાઈ રહેલી મિડટર્મ ચૂંટણીઓની રાજકીય ગરમાગરમી વચ્ચે પશ્ચિમ એશિયામાંથી એક અત્યંત ચિંતાજનક અને સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે. બંને રાષ્ટ્રો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે રાજધાની તેહરાનની મુખ્ય સડકો અને ચોક પર અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ સીધા જાનલેવા ઈરાદાઓ દર્શાવતા વિશાળકાય ર્હોડિંગ્સ તેમજ પેઇન્ટીંગ્સ લગાડવામાં આવ્યા છે. શહેરના પ્રખ્યાત એંગહેલાબ સ્ક્વેર ખાતે મુકાયેલા એક મોટા બિલબોર્ડ પર સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે અને રાષ્ટ્રપતિને જેલના સળિયા પાછળ લાચાર અવસ્થામાં ચિત્રિત કરાયા છે.
આ જાહેરમાં મૂકાયેલા ચિત્રોના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સાવ તળીયે બેસી ગયા છે. રાજધાનીની સડકો પર ટ્રમ્પ વિરુદ્ધ ખુલ્લી ધમકીભર્યા ર્હોડિંગ્સ તેહરાનના એંગહેલાબ સ્ક્વેર પર મુકાયેલા ર્હોડિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિને માથું ઝુકાવીને લોખંડના સળિયા પાછળ બેઠેલા દર્શાવવામાં આવ્યા છે.


