દેશભરમાં પ્રદુષણનું સ્તર અત્યંત ગંભીર રાજસ્થાનનાં બિકાનેરમાં AQI૧૩૦૦ને પાર
નવી દિલ્હી, તા. ૪
દેશમાં જ્યારે પણ સૌથી વધુ પ્રદૂષિત કે ઝેરી હવા ધરાવતા શહેરોની વાત નીકળે, ત્યારે સામાન્ય રીતે લોકોના મનમાં સૌથી પહેલું નામ દેશની રાજધાની દિલ્હીનું જ આવે છે. પરંતુ હવે આ સ્થિતિ બદલાઈ ગઈ છે. આજના તાજા આંકડા મુજબ રાજસ્થાનના ઐતિહાસિક શહેર બીકાનેરે પ્રદૂષણના અત્યાર સુધીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે, જ્યાં હવાની ગુણવત્તા (એર કવોલીટી ઈન્ડેક્ષ) ૧૩૦૦નાં અત્યંત ભયજનક અને ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. માત્ર બીકાનેર જ નહીં, પરંતુ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અનેક નાના-મોટા શહેરો પણ આ સમયે ગંભીર પ્રદૂષણ અને ઝેરી દૂષિત હવાની ભારે માર સહન કરી રહ્યા છે.


