અજીત પવારનો પાર્થીવ દેહ પંચમહાભૂતમાં વિલીન

અજીત પવારનો પાર્થીવ દેહ પંચમહાભૂતમાં વિલીન

(એજન્સી)         મુંબઈ, તા.૨૯:
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થતા મહારાષ્ટ્રમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આજે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અજિત પવારને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના ર્પાથિવ શરીરને બુધવારે મોડી રાત સુધી વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં જાહેર દર્શન માટે રાખવામાં આવ્યું હતું જેથી ગ્રામજનો અને કાર્યકરો અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે. તેમના અંતિમ દર્શન માટે મોટી ભીડ એકઠી થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.