સાયબર ફ્રોડમાં નાણા ગુમાવનારને રૂા. રપ હજારનું વળતર મળશે : રીઝર્વ બેંકનો ઐતિહાસીક નિર્ણય
(બ્યુરો) મુંબઇ, તા.૬
રીઝર્વ બેંકના ગર્વનર સંજય મલ્હોત્રાએ આજે પત્રકાર પરિષદમાં બેંકની નવી ધિરાણ નીતિ જાહેર કરવાની સાથે જણાવ્યું હતું કે બેંક ગ્રાહકોને સાયબર ફ્રોડનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રાહકો તેમની બચત પણ ગુમાવી રહયા છે. રિઝર્વ બેંક તેને રોકવા માટે અનેકવિધ પગલા લઇ રહી છે. જેમાં હવે ગ્રાહકોને વળતર મળે તેમ નાની રકમના સાયબર ફ્રોડમાં ગ્રાહકને રુા.૨૫ હજારનું વળતર ચુકવવામાં આવશે. જેનું પુરું ફ્રેમવર્ક આગામી ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે સાયબર ફ્રોડ રોકવા માટે રીઝર્વ બેંક વધુ આક્રમક પગલા લેશે.


