અમેરીકામાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પની કારમી હાર : સંસદનાં બંને ગૃહોમાં વિપક્ષ ડેમોક્રેટીક પાર્ટીને બહુમતિ

અમેરીકામાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પની કારમી હાર : સંસદનાં બંને ગૃહોમાં વિપક્ષ ડેમોક્રેટીક પાર્ટીને બહુમતિ

વોશિંગ્ટન તા. ૪
અમેરિકાના મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. વિરોધી ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં ૫૧ બેઠકો અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ૨૧૮ બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે. ચૂંટણીના પરિણામો બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે હવે તેઓ રાજકીય વિશ્લેષક બનશે. તેઓ ચૂંટણીમાં ઉમેદવારોની જીત અને હારના કારણો અંગે પોતાનો અભિપ્રાય આપશે.
હાઉસમાં કુલ ૪૩૫ બેઠકો છે અને તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. પ્રારંભિક વલણોમાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી ૨૦૩ બેઠકો પર આગળ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી માત્ર ૧૦૮ બેઠકો પર આગળ છે.
સેનેટની ૧૦૦ બેઠકોમાંથી ૩૫ પર ચૂંટણી યોજાઈ છે. આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં ૨૩ બેઠકોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીએ ૧૫ અને રિપબ્લિકન પાર્ટીએ ૮ બેઠકો જીતી છે. બાકીની ૧૨ બેઠકો પર મતગણતરી ચાલી રહી છે.
આ પરિણામોને જાેડીને ડેમોક્રેટિક પાર્ટી પાસે ૫૧ અને રિપબ્લિકન પાર્ટી પાસે ૩૯ બેઠકો છે. સેનેટમાં બહુમતી માટે ૫૧ બેઠકોની જરૂર હોય છે. એટલે કે ડેમોક્રેટ્સે જરૂરી બહુમતી હાંસલ કરી છે. કુલ ૩૬ બેઠકોમાંથી ૧૪ રાજ્યોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. ૧૦ ડેમોક્રેટ્સ અને ૪ રિપબ્લિકનોએ બેઠકો જીતી છે. બાકીનાં રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. ટ્રમ્પે સ્વીકાર્યું છે કે ઈરાન સાથેના યુદ્ધની અસર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના પ્રદર્શન પર પડી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી લોકો નારાજ હતા. લોકોને ઈંધણ માટે વધુ પૈસા ખર્ચવા ગમ્યું નહીં. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ઈરાન પર સંભવિત હુમલા અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે અમેરિકાએ કંઈક મોટું કરવું પડશે. તેમાં ઈરાન પર જાેરદાર હુમલો પણ શામેલ હોઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયારો હાંસલ કરવા દેવામાં આવશે નહીં.