ટ્રમ્પનો યૂટર્ન : રપ૦ ખાદ્યપદાર્થો પર ટેરિફ ઘટાડી : ભારતને રૂા.ર૬,૦૦૦ કરોડનો ફાયદો

ટ્રમ્પનો યૂટર્ન : રપ૦ ખાદ્યપદાર્થો પર ટેરિફ ઘટાડી : ભારતને રૂા.ર૬,૦૦૦ કરોડનો ફાયદો

(એજન્સી)     વોશીંગ્ટન તા.૧૭: 
અમેરિકામાં વધતા જતા ફુગાવાને નિયંત્રિત કરવા માટે 
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક એક મોટું પગલું ભર્યું છે. ૨૫૦ થી વધુ ખાદ્ય પદાર્થો પર આયાત શુલ્ક ઘટાડવાના ર્નિણયથી અમેરિકન ગ્રાહકોને રાહત તો મળી છે જ, પરંતુ ભારતીય ખેડૂતો અને કૃષિ નિકાસકારોના ચહેરા પર સ્મિત પણ આવી ગયું છે. એવું માનવામાં આવે છે કે આ ર્નિણયથી ભારતના કૃષિ નિકાસને ૨.૫ થી ૩ અબજ ડોલર એટલે કે આશરે રૂા.૨૨,૦૦૦ થી ૨૬,૦૦૦ કરોડનો સીધો ફાયદો થશે.