દિલ્હીમાં પ્રદુષણનું ભયાનક સ્તર : AQI ૪૦૦ ને પાર

દિલ્હીમાં પ્રદુષણનું ભયાનક સ્તર : AQI ૪૦૦ ને પાર

(એજન્સી)        નવી દિલ્હી તા.૧૭: 
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. સંખ્યાબંધ વિસ્તારોમાં તો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૦૦ને પાર કરી ગયો છે, જેને ‘ગંભીર‘ શ્રેણી ગણવામાં આવે છે. ઝેરી ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ જવાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને દૃશ્યતા પણ ઘટી ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ફરી એકવાર અતિ ગંભીર બની છે. આજે સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૫૭ સુધી પહોંચી ગયો હતો, જે ‘ખતરનાક‘ શ્રેણીમાં આવે છે.