ટ્રમ્પનું ચોંકાવનારૂ નિવેદન : સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ ગણાવી : પછી કહ્યું ભુલ થઈ ગઈ
(એજન્સી) વોશિંગ્ટન તા.ર૮
ટ્રમ્પે મિયામી બીચમાં એક કાર્યક્રમ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને મજાકમાં ‘સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ’ કહ્યું. તેમણે કહ્યું, ‘ઈરાનને તેને ખોલવું પડશે, સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ, મારો મતલબ હોર્મુઝ.’
આ પછી તેમણે હસતા કહ્યું, ‘માફ કરજો, આ એક ભૂલ હતી.’ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનમાં હજુ પણ ૩૫૫૪ ટાર્ગેટ બાકી છે, જેના પર અમેરિકા હુમલો કરી શકે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાન પહેલા જેટલું મજબૂત રહ્યું નથી અને અમેરિકી હુમલાઓથી તેની સૈન્ય ક્ષમતા નબળી પડી છે.
આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનમાં ચાલી રહેલી સ્થિતિને યુદ્ધ નહીં પરંતુ ‘મિલિટરી કોન્ફ્લિક્ટ’ કહે છે અને તેની પાછળ એક કાનૂની કારણ છે. તેમણે કહ્યું, ‘યુદ્ધ શરૂ કરવા માટે સંસદની મંજૂરી જરૂરી હોય છે.’
રિપોર્ટ્સ અનુસાર, ઈરાનમાં ચાલી રહેલું આ ઓપરેશન સંસદની ઔપચારિક મંજૂરી વિના અત્યાર સુધીનું સૌથી મોટું સૈન્ય અભિયાન માનવામાં આવી રહ્યું છે.


