ટ્રમ્પની ટેરીફથી ભારતની નિકાસમાં તિવ્ર ઘટાડો

ટ્રમ્પની ટેરીફથી ભારતની નિકાસમાં તિવ્ર ઘટાડો

(એજન્સી)       નવી દિલ્હી તા.૩: 
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફને કારણે ભારતની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. થિક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (ય્ઇૈં) ના અહેવાલમાં જણાવાયું છે કે મે અને સપ્ટેમ્બર ૨૦૨૫ વચ્ચે સતત ચાર મહિના દરમિયાન ભારતની અમેરિકામાં નિકાસમાં ૩૭.૫%નો ઘટાડો થયો છે. એપ્રિલની શરૂઆતમાં અમેરિકા દ્વારા ટેરિફ વધાર્યા પછી આ ઘટાડો શરૂ થયો હતો. ઓગસ્ટના અંત સુધીમાં, તે ૫૦% સુધી પહોંચી ગયો હતો. પરિણામે, ભારતના સૌથી મોટા વેપારી ભાગીદાર અમેરિકામાં નિકાસ ૮.૮ બિલિયન ડોલરથી ઘટીને ૫.૫ બિલિયન ડોલર થઈ ગઈ. તાજેતરના વર્ષોમાં આ સૌથી તીવ્ર ઘટાડામાંનો એક છે.
જે ઉત્પાદનો પર અગાઉ કોઈ ટેરિફનો સામનો કરવો પડ્યો ન હતો તેમને સૌથી વધુ અસર થઈ.