ટ્રમ્પે પોતાની જ પીઠ થપથપાવી : ટેરિફથી અમેરીકાને ૬૦૦ અબજ ડોલરની કમાણી થઈ હોવાનો દાવો

ટ્રમ્પે પોતાની જ પીઠ થપથપાવી : ટેરિફથી અમેરીકાને ૬૦૦ અબજ ડોલરની કમાણી થઈ હોવાનો દાવો

(એજન્સી)      વોશીંગ્ટન,તા.૦૬:

યુએસ ટેરિફ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે અમેરિકા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલી આયાત જકાતથી ૬૦૦ બિલિયન ડોલરથી વધુની કમાણી કરી રહ્યું છે, જેનાથી દેશ આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા બંને મોરચે પહેલા કરતાં વધુ મજબૂત બન્યો છે. ટ્રમ્પે મીડિયા પર આ સિદ્ધિને અવગણવાનો આરોપ મૂક્યો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ માટે પોતાની પીઠ થપથપાવી અને કહ્યું કે અમેરિકા તેમની પાસેથી  ૬૦૦ બિલિયન ડોલરથી વધુ રકમ મેળવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વભરના દેશો પર લાદવામાં આવતા ટેક્સને કારણે અમેરિકા રાષ્ટ્રીય અને આર્થિક રીતે ઘણું મજબૂત છે.