ઈરાનમાં એક સપ્તાહથી ચાલતા હિંસક દેખાવોમાં ૩પથી વધુના મોત : ૧ર૦૦થી વધુની ધરપકડ

ઈરાનમાં એક સપ્તાહથી ચાલતા હિંસક દેખાવોમાં ૩પથી વધુના મોત : ૧ર૦૦થી વધુની ધરપકડ
MaltaToday

(એજન્સી)           તહેરાન, તા.૬

ઇરાનમાં છેલ્લા એકાદ સપ્તાહથી ચાલતા હિંસક દેખાવો વધુને વધુ વકરવા સાથે બેકાબૂ બનવા લાગ્યા હોય તેમ ૩૫ લોકોના મોત નિપજ્યા છે. સરકાર દ્વારા ૧૨૦૦ આંદોલનકારીઓની ધરપકડ કરી છે. અખાતી દેશમાં કાંઇક મોટું થવાના એંધાણ હોય તેમ ભારત સરકારે એડવાઇઝરી જારી કરીને ઇરાનની મુલાકાત ટાળવાની સલાહ આપવામાં આવી છે. ઈરાનમાં મોંઘવારી અને નબળી અર્થવ્યવસ્થાના વિરોધમાં શરૂ થયેલું આંદોલન સરકારને ઉથલાવવાના આંદોલનમાં બદલાઈ ગયું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈને હટાવવા લોકો રસ્તા પર ઉતરી આવી છે. ઈરાનના તેહરાન, ઈસ્ફહાન, મશહદ, શિરાજ અને કોમ સહિતના મુખ્ય શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાવો થઈ રહ્યા છે. જાેકે ઈરાનની સરકારનું માનવું છે કે આ આંદોલન વિદેશી ષડ્યંત્ર છે. સરકાર આંદોલનને બળપૂર્વક કચડવા પ્રયાસ કરી રહી છે. આયાતોલ્લા અલી ખામેનેઈએ બે દિવસ પહેલા જ ચેતવણી આપી હતી કે હિંસક તત્વોને તેમની જગ્યા બતાવીશું. ન્યૂઝ એજન્સી છઁ અનુસાર ઈરાનમાં સરકાર વિરોધી હિંસામાં અત્યાર સુધી ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા છે જ્યારે ૧૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાેકે આ દેખાવો હજુ શાંત થાય તેવા કોઈ સંકેત નથી.