મુંબઈના વેપારી પાસેથી રૂપિયા 5.88 પડાવવા બદલ અમદાવાદના 4 પોલીસ કર્મીઓઓ વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈના વેપારી એવા વજેરામ અને તેમના એક ભાઈ રાજસ્થાનથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદ ખાતેના રીંગ રોડ પરના દાસ્તાન સર્કલ પાસે ચાર પોલીસ કર્મીઓએ તેમની કાર રોકીને ગાડીનું ચેકિંગ કર્યું હતું. જોકે તપાસમાં ચારેય પોલીસકર્મીઓને કશું જ ન મળતા વજેરામનો ફોન લઈને ચેક કરવા લાગ્યા. થોડી વારે ફોન તપસ્યા બાદ તેઓએ કહ્યું કે આમાં ક્રિકેટ સટ્ટાની એપ છે અને તું સટ્ટો રમે છે આથી તને જેલમાં નાખીશું.
વજેરામે આ વાતનો ઇન્કાર કરીને જવા દેવાની વિનંતી કરી છતાં પોલીસ કર્મીઓએ તેમનું કશું જ ન સાંભળ્યું અને એક કલાક સુધી તેમને બેસાડી રાખ્યા. છેલ્લે પોલીસ કર્મીઓએ જેલમાં ન મોકલવા અને કેસ ન કરવા બદલ 20 લાખ રૂપિયા જેટલી તોતિંગ રકમની માંગણી કરી. આટલી રકમ પોતાની પાસે ન હોવા છતાં આબરૂ જવાની બીકે વજેરામે પોતાની પાસે રહેલા એક લાખ રૂપિયા પોલીસને રોકડા આપ્યા.
વજેરામને પોલીસકર્મચારીઓને આજીજી કરતા કહ્યું કે અમારે મોડું થાય છે, અમને જવા દો. તેમ છતાંય તેઓ માન્યા નહીં અને એક કલાક સુધી બન્ને ભાઈને બેસાડી રાખ્યા હતા. બાદમાં એક પોલીસકર્મચારીએ કહ્યું કે તારે અહીંથી જવું હોય તો 20 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો તને ક્રિકેટ પર સટ્ટો રમવાના કેસમાં જેલમાં નાખી દઈશું. પોલીસની વાત સાંભળીને ડરી ગયેલા વજેરામે બદનામી અને જેલમાં જવાની બીકે પોતાની પાસે રહેલા એક લાખ રૂપિયા પોલીસકર્મચારીઓને આપ્યા હતા, એમ છતાં પોલીસકર્યમીઓએ તેની પાસેથી વધુ રૂપિયાની માંગ કરી હતી.
આટલી મોટી રકમ આપવા અક્ષમતા બતાવતા છેલ્લે પોલીસકર્મીઓએ અજાણ્યા UPI કોડ પર રૂપિયા 4.88 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને કુલ 5.88 લાખ રૂપિયા લઈને વજેરામ અને તેમના ભાઈ જવા દીધા હતા. જે બાદ મુંબઈ જઈને વજેરામ અને તેમના ભાઈએ પોતાની સાથે થયેલા અન્યાય અને દુર્વ્યવહાર બદલ સામે લડત આપવાનું નક્કી કર્યું હતું. આથી તેઓએ 19 સપ્ટેમ્બરે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર બનાવની હકીકત અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના પુરાવા રજુ કરતા નિકોલ પોલીસે ચારેય પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે.


