જુનાગઢમાં ST બસને નડ્યો અકસ્માત
જુનાગઢમાં જુનાગઢ- પોરબંદર રૂટ પર જતી ST બસની બ્રેક અચાનક જ ફેઈલ થતા મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં ડ્રાઈવરે ડિવાઈડર સાથે અથડાવીને બસને ઉભી રાખવાનો પ્રયત્ન કરેલો. જે દરમિયાન બે થી વધુ લોકોને ઇજા તેમજ ત્રણ કારને નુકસાન થયું છે. જે બાદ પોલીસ, ST વિભાગ અને સરકારી અધિકારીઓ ઘટના સ્થળે દોડી પહોંચી ગયા હતા.


