છત્તીસગઢના રાયપુરમાં રાશનનું એટીએમ શરૂ થયું

છત્તીસગઢના રાયપુરમાં રાશનનું એટીએમ શરૂ થયું

(એજન્સી)       રાયપુર,તા.૧૪: 
છત્તીસગઢના રાયપુરમાં ચોવીસ કલાક અને અઠવાડીયાના સાતેય દિવસ કાર્યરત રહે એવું અન્નપૂતિર્ ગ્રેઇન ATM શરૂ કરવામાં આવ્યું છે. રાયપુરમાં રાશન માટે એલિબિજિલ લોકોને કાર્ડ આપવામાં આવ્યાં છે. જેમની પાસે આ કાર્ડ છે તેઓ દર મહિને તેમના ક્વોટા મુજબના ચોખા અને અન્ય રાશન આ ઑટોમેટેડ સિસ્ટમમાંથી લઈ શકે છે. આ કાર્ડની સાથે કાર્ડધારકોએ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન પણ કરાવવાનું રહે છે. આ ઑટોમેટેડ મશીનને કારણે રાશનની દુકાનના ફિક્સ્ડ ટાઇમિગ મુજબ લાઇન લગાવવાની ઝંઝટમાંથી લોકોને મુક્તિ મળી ગઈ છે. દરેક મશીનમાં લગભગ ૨૫૦૦ કિલો ગ્રામ ચોખા સ્ટોર કરવાની ક્ષમતા છે. રાશન કાર્ડ અને ફિન્ગરપ્રિન્ટના વેરિફિકેશનથી જે-તે વ્યક્તિના ક્વોટા મુજબનું અનાજ બહાર નીકળે છે.