મહિલાએ અયોધ્યા રામ મંદિરને દાનમાં રૂા.૪ કરોડનો ચેક આપ્યો  : ખાતામાં માત્ર ૩ રૂપિયા હતા !!

મહિલાએ અયોધ્યા રામ મંદિરને દાનમાં રૂા.૪ કરોડનો ચેક આપ્યો  : ખાતામાં માત્ર ૩ રૂપિયા હતા !!

(એજન્સી)              લખનૌ તા.૩૧:
અયોધ્યામાં રામ મંદિર સંબંધિત ચેક બાઉન્સ થવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચેન્નાઈની એક મહિલા ભક્તે રામ મંદિરના કર્મચારીઓની સુવિધાઓ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ૪ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. ટ્રસ્ટ દ્વારા ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યો હતો, પરંતુ ચકાસણી પર, ખાતામાં ફક્ત ૩ રૂપિયા જ મળી આવ્યા. 
અપૂરતા ભંડોળને કારણે ૪ કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થયો છે. રૂા. ૪ કરોડનો ચેક બાઉન્સ થયા બાદ, બેંક ચેક જારી કરનાર મહિલાને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. નોટિસમાં તેના ખાતામાં અપૂરતા ભંડોળ હોવા છતાં આટલી મોટી રકમનો ચેક જારી કરવા બદલ સમજૂતી માંગવામાં આવી શકે છે.