દિલ્હીવાસીઓ પર ગાઢ ધુમ્મસ, કાતિલ ઠંડી અને પ્રદુષીત હવાનો ત્રેવડો માર : પાટનગરમાં સીઝનનું સૌથી ઓછુ ર.૯ ડીગ્રી તાપમાન નોંધાયું
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
રાજધાની દિલ્હી સહિત એનસીઆરના શહેરોમાં આજે કડકડતી ઠંડી વચ્ચે સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.
સફદરજંગ વેદ્યશાળામાં
ન્યુનત્તમ તાપમાન ૨.૯ ડીગ્રી નોંધાયું હતું. કાતીલ ઠંડી
વચ્ચે દિલ્હીમાં ભયાનક
ધુમ્મસ છવાયું હતું. જેના કારણે અનેક વિસ્તારોમાં વિજિબિલીટી ઘટી ગઇ હતી.
આજે સવારે ૬ વાગ્યે ધુમ્મસને કારણે પાલમમાં ૮૦૦ મીટર, સફદરજંગમાં ૭૦૦ મીટર વિજિબિલીટી જણાવવામાં આવી, જ્યારે ૭ વાગ્યે પાલમમાં સ્થિતિ ભયંકર થઇ ગઇ. પાલમમાં સવારે ૭ વાગ્યે મધ્યમ ધુમ્મસમાં ૩૦ મીટર વિજિબિલીટી જોવા મળી.
જ્યારે ૭-૩૦ વાગ્યે ગાઢ ધુમ્મસના કારણે ૧૫૦ એમ વિજિબિલિક જણાવાઇ. જેના કારણે પરિવહનને પુરી અસર થઇ હતી, જ્યાં દિલ્હી આવનારી ટ્રેનો મોડેથી ચાલી રહી છે તો ઉડાનો પર પણ અસર પડી છે. હાઇ-વે પર વાહનો ધીમી ગતિએ ચાલતા નજરે પડ્યા છે. લાઇટ અને ઇન્ડીકેટર ચાલુ રાખવા પડ્યા છે.
ઠંડી અને ધુમ્મસના કહેર વચ્ચે દિલ્હીવાસીઓ પર વાયુ પ્રદૂષણનો ત્રેવડો માર પડ્યો હતો. આજે પણ દિલ્હી અને આસપાસના શહેરોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ રહી હતી, આજે સવારે દિલ્હીનું સરેરાશ એક્યુઆઇ ૩૫૦ રહ્યું હતું.


