ઈરાનમાં ફસાયેલા ભારતીયોને એરલીફટ કરવા વિમાન તહેરાન પહોંચ્યુ
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૬
ઈરાનમાં હાલ સરકાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને ઈરાન પર અમેરિકી હુમલાના ભય વચ્ચે ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને કહ્યું છે કે ટેન્શન ન લેતા, એરલિફટ માટે વિમાન મોકલી દેવાયા છે.
ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીયોને તરત ઈરાન છોડી દેવાનું કહ્યું છે. પરંતુ ઈરાનમાં હાલત એવી છે કે ઈરાનમાં ફસાયેલા ઘણા ભારતીયો ત્યાંથી નીકળી નથી શકતા. આથી ભારત સરકારે હવે એક મોટો ર્નિણય લીધો છે. ભારતીયોને ઈરાનથી એરલિફટ કરવામાં આવશે, જે અંતર્ગત પહેલું વિમાન આજે નવી દિલ્હીથી તહેરાન પહોંચી ગયું છે.


