સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી
વિશ્વ રેન્કિંગમાં ભારતના પાસપોર્ટનો ૮રમો ક્રમ : પાકિસ્તાન પ્રથમ ૧૦૦ની બહાર
(એજન્સી) દુબઈ તા.૧પ:
સિંગાપોરે ફરી એકવાર વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું છે. ગલ્ફ દેશોમાં UAEનો પાસપોર્ટ સૌથી મજબૂત છે, જેમાં યુએસ અને યુકે પણ ટોચના ૧૦ માં સ્થાને છે. ભારત ટોચના ૫૦માં નથી, જ્યારે પાકિસ્તાન ટોચના ૧૦૦ ની બહાર છે. અફઘાનિસ્તાનના પાસપોર્ટને સૌથી નબળો રેટિગ આપવામાં આવ્યો છે. હેનલી એન્ડ પાર્ટનર્સે વિશ્વભરમાં પાસપોર્ટનું રેન્કિંગ બહાર પાડ્યું છે, જેમાં આ તારણો જાહેર કરવામાં આવ્યા છે. હેનલીના નવા સૂચકાંકમાં સિગાપોર પ્રથમ ક્રમે છે. તાજેતરના હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો પાસપોર્ટ ૮૨મા ક્રમે પહોંચી ગયો છે. ભારતીય પાસપોર્ટ ધારકો વિઝા વિના ૫૫ દેશોમાં મુસાફરી કરી શકે છે. ભારત લાંબા સમયથી આ યાદીમાં ૭૫ થી ૮૫મા ક્રમે છે.


