હવે ભૂટાનમાં હિમાલયન ગ્લેશિયર તળાવ ફાટયું : ભારતમાં એલર્ટ
હિમાલય પર્વતમાળામાં ૧૬૪૦૦ ફુટ ઉંચાઈએ આવેલ ગ્લેશિયર તળાવ ફાટવાથી ૭૪ લાખ ઘન મીટર પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો છે
નવી દિલ્હી તા.૩૦:
નેપાળમાં ગ્લેશીયર તળાવ ફાટવાથી સર્જાતી હોનારત તથા ૫૦૦૦થી વધુના મોતમાં હજુ તમામ મૃતકોના ર્પાથિવ દેહ પણ મળ્યા નથી અને હજુ ખાનાખરાબીની સ્થિતિ છે.
તે સમયે ભારતના વધુ એક પાડોશી ભૂતાનમાં ગઈકાલે રાત્રીના પુનાખામાં એક ગ્લેશીયર તળાવ ફાટતા તેનુ પાણી સંકોષ નદીમાં તકસીમાખાંગ સુધી પહોંચી ગયુ છે તથા તેના પરિણામે બંગાળ-આસામમાં ભૂતાનને જોડતા જળમાર્ગ ક્ષેત્રમાં એલર્ટ જારી કરી દેવાયુ છે.
પુરતી સ્થિતિને જોતા ૧૫૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે તથા એનડીઆરએફની ટીમો પણ તૈનાત થઈ છે. આ ગ્લેશીયર ફાટવામાં હજું કોઈ જાનહાનીના અહેવાલ નથી પણ પુરનું પાણી કેવી તાકાતથી ધસમસી રહ્યું છે તેના પર નજર છે તથા આ ક્ષેત્રમાં સેનાના જવાનોને પણ સલામત સ્થળે ખસેડાયા છે અને ડ્રોનથી સમગ્ર ક્ષેત્ર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ભૂતાનના ગાસા જિલ્લામાં શિંતાફૂ ગ્લેશિયર ફાટવાની ઘટના સામે આવી છે. શિંતાફૂ સરોવર ફાટવાને કારણે વિશાળ માત્રામાં પાણી મોફુર નદી થઈને સંકોશ નદી તરફ ધસમસતી ગતિએ આગળ વધી રહ્યું છે.
આ બનાવને પગલે ભારત સરકાર અને હવામાન વિભાગ દ્વારા પશ્વિમ બંગાળના અલીપુરદ્વાર અને આસામના ધુબરી જિલ્લા સહિત ઉત્તર બંગાળના વિવિધ વિસ્તારોમાં ખાસ પૂરની એડવાઈઝરી અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


