અમેરીકામાં ૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં મોંઘવારી અને રોજગારના મુદ્દે ટ્રમ્પ ઘેરાયા : અર્લી વોટિંગમાં વિપક્ષ ડેમોક્રેટ આગળ
હાર ભાળી ગયેલા ટ્રમ્પે ૩૦ રાજયોનો સિક્રેટ ડેટા માંગ્યો
ન્યૂયોર્ક તા.૩૦
અમેરિકામાં ૩ નવેમ્બરે મધ્યસત્ર ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં જ અર્લી વોટિંગ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં આશરે ૪ કરોડ લોકો મતદાન કરી ચૂક્યા છે.
રોયટર્સ અને ઇપ્સોસના સર્વે મુજબ, અર્લી વોટિંગમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ ચાલી રહી છે. વિપક્ષી ડેમોક્રેટ્સને ૪૭ ટકા અને રિપબ્લિકન પાર્ટીને ૩૬ ટકા મતદારોનું સમર્થન મળી રહ્યું છે.
આ દરમિયાન ટ્રમ્પે અમેરિકાના ૩૦ રાજ્યો પાસેથી મતદાર યાદી માગી છે. માનવામાં આવે છે કે ટ્રમ્પ આ ડેટા દ્વારા વિરોધી મતદારોની ઓળખ કરીને તેમના પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. અમેરિકામાં ચૂંટણીના નિર્ધારિત દિવસ પહેલાં જ મતદાન કરવાની સુવિધાને અર્લી વોટિંગ કહેવામાં આવે છે.
મતદારો ચૂંટણીના દિવસની રાહ જોયા વિના નિર્ધારિત સમયગાળા દરમિયાન મતદાન કરી શકે છે. આ માટે મતદારો મતદાન કેન્દ્ર પર જઈને અથવા કેટલાક રાજ્યોમાં ટપાલ દ્વારા બેલેટ મોકલીને મત આપી શકે છે. તેનો હેતુ શક્ય તેટલા વધુ લોકોને મતદાન કરવાની તક આપવાનો છે.


