ટ્રમ્પને ફરી યુધ્ધ કરવાની ચાનક ચડી : ઈરાન વિરૂધ્ધ લશ્કરી કાર્યવાહી કરવા તૈયારી 

અમેરીકાનું સૌથી શક્તિશાળી યુધ્ધ જહાજ અબ્રાહમ લીંકન ખાડી તરફ રવાના કર્યું

ટ્રમ્પને ફરી યુધ્ધ કરવાની ચાનક ચડી : ઈરાન વિરૂધ્ધ લશ્કરી કાર્યવાહી કરવા તૈયારી 

(એજન્સી)      વોશિંગ્ટન તા.૨૩:
યુએસ નેવીનો એક કાફલો ખાડી તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે ઈરાન સામે અમેરિકાની સૈન્ય કાર્યવાહીનો ભય વધી રહ્યો છે. યુએસ 
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાડી તરફ કાફલાની ગતિવિધિની પુષ્ટિ કરી છે. ગત અઠવાડિયે, ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની શક્યતાને ઓછી ગણાવી હતી, જ્યારે વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે તેહરાને વિરોધીઓને ફાંસી આપવાની યોજના અટકાવી દીધી છે. જોકે, ટ્રમ્પે ગુરુવારે લશ્કરી તૈયારીઓની પુષ્ટિ કરી હતી. વલ્ર્ડ ઇકોનોમિક ફોરમમાંથી પાછા ફરતા, ટ્રમ્પે એર ફોર્સ વન પર પત્રકારોને કહ્યું, અમે ઈરાન પર નજર 
રાખી રહ્યા છીએ.
દાવોસથી પરત ફરતી વખતે એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે એક મોટો યુએસ નૌકાદળનો કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો છે.
ઈરાનને ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું કે યુએસ તેની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને એક મોટો યુએસ નૌકાદળનો કાફલો તે દિશામાં આગળ વધી રહ્યો છે અને અમે જોઈશું કે શું થાય છે ? જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ યુદ્ધ ઇચ્છતા નથી અને બળનો ઉપયોગ અંતિમ ઉપાય હશે. જોકે, ટ્રમ્પની આ ચેતવણી પછી, ઈરાન સામે યુએસ કાર્યવાહી (યુદ્ધ) નો ભય વધી ગયો છે.