અમાસ-શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફૂલોનો દિવ્ય શણગાર કરી ચાંદીનો મુગટ અને વાઘા ધરાવવામાં આવ્યા

અમાસ-શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફૂલોનો દિવ્ય શણગાર કરી ચાંદીનો મુગટ અને વાઘા ધરાવવામાં આવ્યા

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧૬
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે તા.૧૬-૫-૨૦૨૬, શનિવારના રોજ અમાસ નિમિત્તે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને ચાંદીના વાઘા અને મયૂરાકાર મુગટ ધરાવવામાં આવ્યો હતો સાથે સિંહાસને ગુલાબના ફૂલોનો ઉપયોગ કરી અત્યંત કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. ફૂલોની સુગંધથી મંદિરનું પ્રાંગણ મહેકી ઉઠયું હતું. સવારે ૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે ૭ કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. આજે અમાસ અને શનિવારનો દિવસ હોવાથી વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તોએ સાળંગપુરધામ ખાતે ઉમટી પડી.મંદિરના પટાંગણમાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના આ દિવ્ય અને અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.