જાપાનના ઓઈતા પ્રાંતમાં ભયાનક આગ ફાટી નીકળી : ૧૭૦ ઈમારતો ખાખ

જાપાનના ઓઈતા પ્રાંતમાં ભયાનક આગ ફાટી નીકળી : ૧૭૦ ઈમારતો ખાખ

ટોકયો, તા. ૧૯
૨૦૨૫, બુધવાર : દક્ષિણ-પશ્ચિમી જાપાનના ઓઇતા પ્રાંતમાં મંગળવારે એક ભીષણ આગની ઘટનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. રિપોર્ટ્સ મુજબ, આ મોટા પાયે ફેલાયેલી આગમાં અત્યાર સુધીમાં ૧૭૦થી વધુ ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટનાની જાણકારી મંગળવારે સાંજે લગભગ ૫:૪૫ વાગ્યે એક સ્થાનિક વ્યક્તિ દ્વારા ઇમરજન્સી કોલ કરવાથી મળી હતી.
આ આગ સાગાનોસેકી જિલ્લાના ઓઇતામાં લાગી હતી, જે માછલી પકડવાના બંદરની નજીકનો એક ગીચ રહેણાંક વિસ્તાર છે. આ વિસ્તાર પહાડોથી ઘેરાયેલો 
હોવાથી અહીં આગ પર કાબૂ મેળવવો ફાયર ફાઇટરો માટે અત્યંત મુશ્કેલ બની રહ્યો છે.