વેરાવળનાં દરીયામાં ગેરકાયદેસર ફીશીંગ કરતી પાંચ બોટ ઝડપાઈ
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૭
વેરાવળના દરીયામાં ગેરકાયદેસર લાઈટ ફીશીંગ સામે સોમનાથ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ૪૦ થી પ૦ જેટલા એલઈડી લાઈટના ઝુમખા લગાવી ગેરકાયદેસર ફીશીંગ કરતી પાંચ બોટને ઝડપી લેવામાં આવી છે. એસઓજી અને સોમનાથ મરીન પોલીસ દ્વારા આ સંયુકત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી. પાંચેય બોટને કોસ્ટ ગાર્ડ જેટી વેરાવળ ખાતે લાવવામાં આવી છે. અને બોટ માલીકો સામે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે.


