સોમનાથ કોરિડોર ડેવલપમેન્ટ અંતર્ગત બે દિવસમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ ૫૫ મિલ્કતો દૂર કરવામાં આવી

સોમનાથ કોરિડોર ડેવલપમેન્ટ અંતર્ગત બે દિવસમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ ૫૫ મિલ્કતો દૂર કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૧૮
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં સોમનાથ કોરિડોર ડેવલપમેન્ટ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મિલકત સંપાદન તેમજ દબાણ દૂર કરવાની કામગીરી વેગવંતી બની છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર કોરિડોર અંતર્ગત તા.૧૬ નવેમ્બરના રોજ કુલ ૨૮ અને આજરોજ ૨૭ એમ કુલ મળી કુલ ૫૫ મિલકતો દૂર કરવામાં આવી છે.
બે દિવસમાં દૂર કરવામાં આવેલી કુલ ૫૫ મિલકતોનું ક્ષેત્રફળ ૪,૩૦૦ ચોરસ મીટર જેટલું થવા જાય છે. આ કામગીરી અંતર્ગત કુલ બે દિવસની ડિમોલિશન પ્રક્રિયામાં ૮ હિટાચી મશીન, ૨૧ જે.સી.બી.મશીન, ૪૪ ટ્રેક્ટર અને મેન્યૂઅલ તોડકામ માટે ૩૪ શ્રમિકોના માનવબળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.