હવે ટોલ પ્લાઝા પર પણ વિમો ચેક થશે  નહીં હોય તો રૂા.૧૦ હજારનો દંડ

હવે ટોલ પ્લાઝા પર પણ વિમો ચેક થશે  નહીં હોય તો રૂા.૧૦ હજારનો દંડ

(એજન્સી)  નવી દિલ્હી તા.૧૮:
જો તમે વેલિડ વીમા (ઇન્શ્યોરન્સ) વગર વાહન ચલાવી રહ્યા હોવ, તો ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે તમારા વાહનની તપાસ થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આ હેતુ માટે એક નવી વ્યવસ્થા શરૂ કરી છે, જે વાહન માલિકને SMS મોકલશે. તેવામાં વીમા વગર વાહન ચલાવવા માટે રૂા.૧૦,૦૦૦ સુધીના દંડ પણ થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ વેલિડ વીમા વગર રસ્તા પર દોડતા વાહનોને ઓળખવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. નવી વ્યવસ્થા હેઠળ, જો ટોલ પ્લાઝા પસાર કરતી વખતે કોઈ વાહન વેલિડ વીમા વિનાનું જણાય છે, તો તેના માલિકને SMS દ્વારા જાણ કરવામાં આવશે.