ભારત મોટી આર્થિક કટોકટી તરફ આગળ વધી રહ્યું છે : રાહુલ ગાંધી

દેશમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે, ભારતની શિક્ષણ પ્રણાલીમાં પણ મોટી સમસ્યા છે

ભારત મોટી આર્થિક કટોકટી તરફ આગળ વધી રહ્યું છે : રાહુલ ગાંધી

(એજન્સી)        વોશિંગ્ટન તા.૧૮
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. ૧૭ નવેમ્બરના રોજ તેમણે ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવસિર્ટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાતચીત કરી હતી.
આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત એક મોટા આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસના નેતાએ કહ્યું, સાદી વાત એ છે કે ભારત આર્થિક આપત્તિના આરે છે.
આ એક વાસ્તવિકતા છે. આર્થિક સંકટને મહત્વપૂર્ણ ગણાવતા તેમણે કહ્યું, તમે તેને અવગણી શકો છો. મીડિયા પણ તેને અવગણી શકે છે, પરંતુ ભારતમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે. ભારતની શિક્ષણ પ્રણાલીમાં પણ એક મોટી સમસ્યા છે.રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારત આર્થિક કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. આનું મુખ્ય કારણ બેરોજગારી અને શિક્ષણ પ્રણાલીમાં ખામીઓ છે. યુવાનોમાં વધતી જતી હતાશાનું મુખ્ય કારણ એ છે કે તેઓ પોતાનું ભવિષ્ય જોતા નથી.
રાહુલ ગાંધીએ બુધવારે ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવસિર્ટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સમક્ષ આ નિવેદન આપ્યું હતું. તેઓ અમેરિકાના બે દિવસના પ્રવાસે છે. તેઓ આજે શિકાગો યુનિવસિર્ટીની મુલાકાત પણ લેવાના છે.