જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહેલા સીઆરપીએફમાં સૈનિકોની સુરક્ષા માટે નવા નિયમો અમલી : બુલેટપ્રુફ જેકેટ, હેલ્મેટ ફરજીયાત

જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહેલા સીઆરપીએફમાં સૈનિકોની સુરક્ષા માટે નવા નિયમો અમલી : બુલેટપ્રુફ જેકેટ, હેલ્મેટ ફરજીયાત

(એજન્સી)  નવી દિલ્હી તા.૧૮:
જમ્મુ-કાશ્મીરમાં ફરજ પરના તમામ સૈનિકોએ હવે બુલેટપ્રૂફ જેકેટ અને હેલ્મેટ પહેરવા ફરજિયાત રહેશે. મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. માત્ર કમાન્ડર જ જરૂરી સરકારી કામ માટે મોબાઇલનો ઉપયોગ કરી શકશે.
તાજેતરમાં થયેલા કુલગામ આતંકવાદી હુમલા બાદ CRPFએ સૈનિકોની સુરક્ષા માટે નવા નિર્દેશો જાહેર કર્યા છે. કુલગામમાં ૧૧ નવેમ્બરે થયેલા હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા.
CRPFના DG જી.પી. સિંહે તાજેતરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તમામ કંપની કમાન્ડરોને ચેકપોઇન્ટ પર સુરક્ષા વધારવા અને પૂરતા સૈનિકો તૈનાત કરવા કહેવામાં આવ્યું છે.
સૈનિકોને ગોળીબારથી બચાવવા માટે બુલેટપ્રૂફ સુરક્ષા ચોકીઓની વ્યવસ્થા કરવામાં આવશે. સાંજે અને રાત્રે પૂરતી રોશની રાખવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.