શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ યુવાનોમાં ભારે ક્રેજ : અમદાવાદમાં હોટલોના ભાડા આસમાને પહોંચ્યા

શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ યુવાનોમાં ભારે ક્રેજ : અમદાવાદમાં હોટલોના ભાડા આસમાને પહોંચ્યા

(બ્યુરો)         અમદાવાદ તા.૧૮
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ બેન્ડ ‘કોલ્ડ પ્લે‘ની ભવ્ય સફળતા બાદ ગુજરાતી ઓડિયન્સ હવે ગ્લોબલ અને લાર્જર-ધેન-લાઈફ મ્યુઝિક ઈવેન્ટ્સ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ૨૧ નવેમ્બર, ૨૦૨૬થી ૨૭ માર્ચ, ૨૦૨૭ દરમિયાન પંજાબી, બોલિવૂડ સિંગરના અમદાવાદ અને ગાંધીનગરમાં એક પછી એક લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યા છે.
આ કોન્સર્ટને લઈને દેશભરના શહેરોમાંથી મ્યુઝિક લવર અમદાવાદ આવી રહ્યા હોવાથી ફ્લાઈટ અને હોટલના ભાડામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને કોન્સર્ટના એક દિવસ પહેલાં અને કોન્સર્ટના દિવસે અમદાવાદ આવતા મુસાફરોને સામાન્ય દિવસોની સરખામણીએ ૩,૫૦૦ થી ૮,૦૦૦ ની ફ્લાઈટ ટિકિટના ૧૭,૦૦૦ થી ૪૦,૦૦૦ સુધી ચૂકવવા પડી શકે છે. આ ઉપરાંત હોટલના એક રૂમનું ભાડું ૫,૦૦૦ થી ૧૩,૦૦૦ ને બદલે ૧૫,૦૦૦થી ૩૫,૦૦૦ સુધી ચૂકવવું પડી શકે છે.