જૂનાગઢની પ્રેમાનંદ સ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર યોજાયો
જૂનાગઢ તા. 20
શ્રી પ્રેમાનંદ સ્કૂલ ખાતે એક સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર તા.19-06-2026ને શુક્રવારના રોજ યોજાઈ હતો. જેમાં જૂનાગઢ પોલીસના સાયબર સેલ વિભાગના અધિકારીઓએ સ્કૂલની વિદ્યાર્થીની બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વિદ્યાર્થીની બહેનોને અગત્યની સલાહો આપવામાં આવી હતી કે બને ત્યાં સુધી સોશિયલ મીડિયા એકાઉન્ટ ન વાપરવું, અજાણ્યા વ્યક્તિઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ થી સાવધાન રહેવું, અંગત વ્યક્તિગત બાબતો સોશિયલ મીડિયા પરના ફ્રેન્ડ્સને કે પ્લેટફોર્મ પર શેર ન કરવી, કોઈપણ સંજાેગોમાં ઓટીપી કોઈને ન આપવો, ડિજિટલ એરેસ્ટ જેવું કશું હોતું નથી, તો એવી વાતમાં ન આવવું તેમ છતાં ફ્રોડ થાય તો તાત્કાલિક 15 મિનિટમાં 1930 પર જાણ કરવી.
આ કાર્યક્રમમાં પીએસઆઈ બી. એમ. વાઘમશી ઉપરાંત આરતીબેન, યુક્તિબેન, રવિભાઈ વગેરે એ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.



