અમીત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી
(બ્યુરો) અમદાવાદ તા.૦૯
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે. ગત તા.૩ મેના રોજ રાજકોટમાં મોડલિંગક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ૫ મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં રાજદિપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ તથા અન્ય બે આરોપીઓ સામે અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાજદીપસિંહ ભાગેડુ આરોપી છે. ગોંડલ સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ તેણે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.


