ખતરનાક કુતરાઓને મોતનું ઈન્જેકશન આપો - લોકોના જીવનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ : સર્વોચ્ચ અદાલત

ખતરનાક કુતરાઓને મોતનું ઈન્જેકશન આપો - લોકોના જીવનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ : સર્વોચ્ચ અદાલત

(એજન્સી)  નવી દિલ્હી,તા.19:
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનોનો કેસ ચલાવવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું હતું કે રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરમાં એક જ મહિનામાં કૂતરા કરડવાના એક હજાર કિસ્સા નોંધાયા હતા. અહેવાલો દર્શાવે છે કે નાના બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી, તેમના ચહેરા પર ઊંડા ઘા હતા. તમિલનાડુમાં, વર્ષના પ્રથમ ચાર મહિનામાં લગભગ કૂતરા કરડવાના બે લાખ કિસ્સા નોંધાયા હતા.
નવેમ્બર 2025માં, સુપ્રીમ કોર્ટે સ્કૂલો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનો જેવા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને હટાવવા માટેનિર્દેશ આપ્યા હતા. કહ્યું હતું કે કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવા જોઈએ અને તેમને પાછા છોડવા જોઈએ નહીં. રસ્તા પર કૂતરાઓને ખવડાવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. આ પછી, ડોગ લવર્સ અને દ્ગય્ર્ંએ આ નિર્દેશોને રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે 29 જાન્યુઆરીએ પોતાનો ર્નિણય અનામત રાખ્યો હતો.