દશેરા નિમિતે નાગપુર સ્થિત મુખ્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંઘ સુપ્રિમોએ સંબોધન કર્યું

ભારતમાં બાંગ્લાદેશ - ફ્રાન્સ જેવી સ્થિતિ ઉભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે : ભાગવત “આંદોલનનો હેતુ સમાધાન માટે હોવો જાેઈએ, સમાજમાં દ્વેષ અને વિભાજન કરવાનો નહીં”

દશેરા નિમિતે નાગપુર સ્થિત મુખ્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંઘ સુપ્રિમોએ સંબોધન કર્યું

નાગપુર તા.૨૦
RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં પણ ફ્રાન્સ અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દુનિયામાં એવી તાકાતો છે, જે ભારતને દબાવવા માંગે છે. તેમનો હેતુ સત્તા પરિવર્તન કરીને પરિસ્થિતિ સુધારવાનો નહીં, પરંતુ પોતાના ચાપલૂસોને સત્તા પર બેસાડવાનો છે. આજે દશેરા નિમિતે મોહન ભાગવત નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં આયોજિત વિજયાદશમી ઉત્સવમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે કેટલાક લોકો ભારત અને હિન્દુ સમાજને તોડવા માંગે છે અને તેમને આવા નેતાઓનું પણ સમર્થન મળે છે. ભાગવતે કહ્યું કે આપણે વિભાજિત થઈને નબળા પડ્યા છીએ, હવે આઝાદીના સમય કરતાં વધુ તપ કરવાની કરવાની જરૂર છે. અનેકતાનું સન્માન કરો. સમયની સાથે બદલાવું જરૂરી છે.
ભાગવતે કહ્યું કે નેપાળમાં જે થયું, તે શા માટે થયું ? હિમાલય જ્યાંથી પસાર થાય છે ત્યાં વિકાસના પ્રયાસોને કારણે પ્રકૃતિમાં અસ્થિરતા ઊભી થઈ, ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવામાં આવ્યું, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા. જે વિકાસ સૌને સાથે લઈને ચાલે, એવો વિકાસ જોઈએ.એવો વિકાસ ન જોઈએ કે વિકાસ કરનાર જ ન રહે. આ બધું શીખતાં, જ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ વધવો જોઈએ, પરંતુ અર્થતંત્રની સાથે પર્યાવરણ અને નૈતિકતા સાથે પણ આગળ વધવું પડશે. AI જેવી બીજી પણ ટેક્નોલોજીઓ આવશે, પરંતુ તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત નાગપુર સ્થિત સંઘ મુખ્યાલયમાં વિજયાદશમી ઉત્સવને સંબોધન કર્યુ. આ પહેલાં તેમણે શસ્ત્ર પૂજન કર્યું. RSS દર વર્ષે વિજયાદશમી પર પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. ૧૯૨૫માં આ જ દિવસે સંઘની સ્થાપના થઈ હતી. ભાગવતના સંબોધનમાં મુખ્યત્વે પાંચ મુદ્દાઓનો સમાવેશ થાય છે જેમાં તેમણે કહ્યું કેે, સમસ્યાઓના કારણે આંદોલનો થાય છે, પરંતુ તેમનો હેતુ સમાધાન હોવું જોઈએ, સમાજમાં દ્વેષ અને વિભાજન પેદા કરવાનો નહીં. ઘણી વાર આંદોલનોનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવે છે અને તેઓ રાજકારણનું સાધન બની જાય છે. સમાજ અને દેશને માત્ર નેતાઓ જ ચલાવતા નથી, પરંતુ સમાજની સક્રિયતાથી પણ સમસ્યાઓનું સમાધાન થાય છે. દુનિયામાં એવી તાકાતો છે, જે ભારતને દબાવવા માંગે છે. તેમના પ્રભાવમાં આવીને આપણે ઉશ્કેરાવું જોઈએ નહીં, પરંતુ એકતા જાળવી રાખવા માટે સતત પ્રયાસો કરવા પડશે.