યુરોપિયન નેતાઓએ ટ્રમ્પની જાહેરમાં મજાક ઉડાવી : વિડીયો વાયરલ

યુરોપિયન નેતાઓએ ટ્રમ્પની જાહેરમાં મજાક ઉડાવી : વિડીયો વાયરલ

(એજન્સી)      કોપનહેગન તા.૦૩ 
યુરોપિયન નેતાઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી છે. યુરોપિયન રાજકીય સમુદાયની બેઠકમાં અલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાએ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે મજાક કરતાં કહ્યું હતું કે ટ્રમ્પે તેમની 
વચ્ચે "પીસ ડીલ" કરાવી હતી. આ વાત પર અલીયેવ હસવા લાગ્યા અને મેક્રોને પણ મજાકવાળા અંદાજમાં ‘સોરી‘ કહી દીધું. હકીકતમાં ટ્રમ્પ વારંવાર આર્મેનિયા અને અલ્બેનિયામાં કન્ફ્યુઝ થતા રહે છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકા કરતાં ૩૪૨ ગણો નાનો દેશ અને તેના વડાપ્રધાને જાહેરમાં દુનિયાની સૌથી મોટી તાકાત ધરાવતા રાષ્ટ્રપતિની મજાક ઉડાવી હતી.
‘તમારે માફી માગવી જોઈએ...અલ્બેનિયા વડાપ્રધાને મજાક કરી કોપનહેગનમાં થયેલી બેઠકમાં રામાએ મજાકમાં મેક્રોનને કહ્યું, "તમારે અમારી માફી માગવી જોઈએ, કારણ કે ટ્રમ્પે અલ્બેનિયા અને અઝરબૈજાન વચ્ચેના શાંતિ કરાર પર અમને અભિનંદન આપ્યા નહોતાં." આ સાંભળીને અલીયેવ હસ્યા અને મેક્રોને મજાકમાં જવાબ આપ્યો, "માફ કરશો." ટ્રમ્પ સતત આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે કન્ફ્યુઝ થતા રહે છે, જ્યારે પીસ ડીલ(શાંતિ કરાર) આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે થયો હતો.