વેટરિનરી કોલેજ, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણી

વેટરિનરી કોલેજ, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.22
વેટરિનરી કોલેજ, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા તા. 21 જૂન, 2026ના રોજ "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત NSS કાર્યક્રમ અધિકારી ડો. એસ. વી. માવદીયાના પ્રારંભિક ઉદ્બોધનથી કરવામાં આવી હતી. તેમણે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે સૌને પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ યોગ પ્રશિક્ષક પ્રોફેસર ડો. કે.એ. સાદરિયા તથા NSS સ્વયંસેવકો ધ્રુવિતા બારૈયા અને અપેક્ષા દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો અને યોગના મહત્વને આત્મસાત્ કર્યું હતું. કાર્યક્રમના અંતે કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ. ડી. ઓડેદરાએ આભારવિધિ રજૂ કરી હતી. તેમણે કાર્યક્રમના સફળ આયોજન બદલ NSS એકમ, યોગ પ્રશિક્ષકો, સ્વયંસેવકો તથા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. પોતાના સમાપન ઉદ્બોધનમાં તેમણે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકઓ, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને સફળ બનાવી હતી.