અમેરીકામાં ઓકટોબર માસમાં ૧.પ૩ લાખ લોકોએ નોકરી ગુમાવી : હાહાકાર
(એજન્સી) વોશીંગ્ટન,તા.૦૮:
અમેરિકા હાલમાં આર્થિક અરાજકતા, વધતી બેરોજગારી અને રાજકીય પડકારોના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. લોકો સતત પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે, અને ટ્રમ્પ વહીવટીતંત્ર માટે પડકારો વધી રહ્યા છે. અમેરિકામાં વધતી જતી આર્થિક કટોકટીની અસર વિશ્વના તમામ દેશો પર પડવાની શક્યતા છે. અમેરિકમાં ૧.પ લાખથી વધુ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. અમેરિકામા એઆઈની સાઇડ અસર જોવા મળી રહી છે. ઇતિહાસ સાક્ષી છે કે કોઈપણ આર્થિક કટોકટીનો પહેલો સંકેત શેરબજારમાં જોવા મળે છે, અને હાલમાં યુએસ શેરબજારમાં આવું જ થઈ રહ્યું છે. બજારોમાં મોટા પાયે વેચવાલી જોવા મળી રહી છે. યુએસ શેરબજારમાં ભારે ઘટાડો આવ્યો હતો. જીશ્ઁ ૫૦૦ લગભગ ૧.૧% ઘટ્યો હતો, નાસ્ડેક ઇન્ડેક્સ ૧.૯% ઘટ્યો હતો, અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં પણ લગભગ ૦.૮% ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ શેરબજારમાં મોટા પાયે વેચવાલી અને ઘટાડા માટે ત્રણ મુખ્ય પરિબળો જવાબદાર છે.


