દ્વારકા પંથકમાં મધ્યરાત્રિના સમયે ઘોડીપાસાની જામેલી મહેફિલ પર એલસીબી પોલીસ ત્રાટકી
રૂા.૧૯.૦૬ લાખના મુદ્દામાલ સાથે બે ડઝન શખસો ઝબ્બે
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા, તા. ૨
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે બુધવારે રાત્રે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના પેટ્રોલિંગ કાર્યવાહી દરમિયાન દ્વારકાના નજીક આવેલા કુરંગા વિસ્તારમાંથી ઘોડીપાસાના જુગારની મોજ માણી રહેલા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૨૪ શખ્સોને ઝડપી લઇ, રૂ. ૬.૭૦ લાખની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૧૯.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા દ્વારકા વિસ્તારમાં પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી. વિભાગના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે નૂતન વર્ષ પૂર્વે મધ્યરાત્રિના સમયે જ દ્વારકા તાલુકાના કુરંગા ગામના ગામની સીમ વિસ્તારમાં ઘોડીપાસાની શતરંજ જેવો પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા ધુતપ્રિય લોકો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરોડામાં પોલીસે માયા ગોપાલ ધારાણી (રહે. કુરંગા વાડી વિસ્તાર), લાખા દલુ ધારાણી (રહે. યાદવનગર પાછળ, જામનગર),સંજય હરદાસ માતકા (રહે. નરસંગ ટેકરી, દ્વારકા), સુનિલ કરસન ભાટિયા (રહે. યાદવનગર, જામનગર), સાજણ નાથા મૂન (રહે. મહાદેવનગર, જામનગર), કચરા ઉર્ફે કિશન લગધીર સંધિયા (રહે. મહાદેવનગર, જામનગર), પેથા ભીમા મતકા (રહે. નરસંગ ટેકરી, દ્વારકા), જનક બાબુ પાંડાવદરા (રહે.આવડપરા, દ્વારકા), જયેશ પ્રવીણ માતંગ (રહે. એરફોર્સ, જામનગર), કિશોર ઉર્ફે કિરીટ મનસુખભાઈ ઘુચલા (રહે. ખોડીયાર કોલોની, જામનગર), બાબુ દેવા કનારા (રહે. ડીફેન્સ કોલોની, જામનગર), ઉમેશ નાકાભાઈ સુરાણી (રહે. સરમત પાટીયા તા.જી. જામનગર), રાજુ દેવશીભાઈ રવશી (રહે. રેતવા પાડો, દ્વારકા), પરેશ ઈશ્વરભાઈ મારુ (રહે. ખારવા ચકલા, જામનગર), રાજુ જેવા લઢેર (રહે. મહાવીર સોસાયટી, જામનગર), આસિફ ઉર્ફે ફુલવાલા ઈશા ફુલવાલા (રહે. લીંડી બજાર, જામનગર), અલ્ફેશ ઈબ્રાહીમ અમરેલીયા (રહે. બ્લોચ ઢાલની કમાન, જુનાગઢ), મયુર બુધા ટોયટા (રહે. પંચેશ્વર ટાવર રોડ, જામનગર), ફારૂક હુશેન ઉડીયા (રહે. રણજીત સાગર રોડ, જામનગર), કલ્પેશ દિલીપ કારીયા (રહે. જલારામ સોસાયટી, દ્વારકા), અલ્તાફ ઉર્ફે અતુડો સતારભાઇ આંબલીયા (રહે. રણજીતસાગર રોડ, જામનગર), રફીક નુર મહંમદ નુરમામદ શેખ (રહે. અલ સફા સોસાયટી, જામનગર), હનીફ ગફાર કાસ (રહે. નેશનલ સોસાયટી, જામનગર) અને આદમ હુશેન સંધાર (રહે. સરમત ગામ, તા.જી. જામનગર) નામના ૨૪ શખ્સોને દબોચી લીધા હતા.
આ દરોડા દરમિયાન પોલીસે રૂા. ૬,૭૦,૨૦૦ ની રોકડ રકમ, રૂા. ૯૬,૦૦૦ ની કિંમતના ૧૭ નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા ૧૧ લાખની કિંમતની જુદી-જુદી ચાર મોટરકાર અને રૂા. ૪૦,૦૦૦ ની કિંમતના બે મોટરસાયકલ વિગેરે મળી, કુલ રૂપિયા ૧૯ લાખ ૬ હજાર ૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના વગપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, વી.એન. શીંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, દિનેશભાઈ માડમ, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પીંડારીયા, કુલદિપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, ગોવિંદભાઈ કરમુર, મુકેશભાઇ કેસરીયા, પીઠાભાઈ ગોજીયા, સહદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ અને વિશ્વદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી.


