જૂનાગઢમાં સૌ પ્રથમ વખત મહિલાઓ માટે વણિક લેડીઝ ક્લબ દ્વારા ફ્રી કેન્સર સેમિનાર તથા ચેક અપ યોજાયો

જૂનાગઢમાં સૌ પ્રથમ વખત મહિલાઓ માટે વણિક લેડીઝ ક્લબ દ્વારા ફ્રી કેન્સર સેમિનાર તથા ચેક અપ યોજાયો

જૂનાગઢ, તા.ર
જૂનાગઢમાં વણિક લેડીઝ ક્લબ દ્વારા ફ્રી કેન્સર કન્સલ્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ શહેરની હોટલ પેટલ્સ રેસ્ટોરન્ટમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓના શરીરમાં થતા બે સૌથી અગત્યના કેન્સર વિશે બે મહિલા ડોક્ટરો જેમાંના એક લેડી ઓન્કોલોજિસ્ટ એટલે કેન્સરના નિષ્ણાંત ડોક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામે ડિનરની મજા માણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે વણિક લેડીઝ ક્લબના પ્રમુખ ચાર્મી મોદી, ઉપપ્રમુખ કાજલ દોશી, સેક્રેટરી ચાર્મી બદાણી, ખજાનચી પૂર્વી ગાંધી અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર અનિલાબેન મોદી, અલ્પાબેન શાહ અને લીલાબેન ગઢીયાએ જહેમત ઉઠાવી હતી.

વણિક લેડીઝ ક્લબના પ્રમુખ ચાર્મી મોદીએ જણાવ્યું હતું કે, આપણું ગ્રુપ હંમેશા કંઈક નવું અને કંઈક ઉપયોગી પ્રોગ્રામ કરવા માટે હવે સમગ્ર જૂનાગઢમાં અગ્રેસર બની ગયું છે. એમાં પણ લેડીઝ કે જે આખા પરિવારનો આધાર સ્તંભ છે અને મોટાભાગે પોતાની હેલ્થથી ઓછા અવેર હોય છે. તો એમના હેલ્થની અવેરનેસ માટે એક સરસ મજાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને થતા કેન્સર વિશેની જાણકારી આપી આવા કેન્સર ન થાય તે માટે શું કાળજી રાખવી જાેઈએ તેની માહિતી પણ આપી હતી.
પ્રમુખ ચાર્મી મોદી એ જણાવ્યું કે અત્યારની જરૂરિયાત મુજબ લેડીઝ માટે સૌથી અગત્યના એવા બે મહત્વપૂર્ણ કેન્સર કે જેના વિશે માહિતી મેળવી તથા તેનાથી કઈ રીતે દૂર રહેવું તે માટેનો સેમીનાર તથા આગળ ઉપર ફ્રી કન્સલ્ટેશન અને જરૂરિયાત ઊભી થાય તો ફ્રી મેડિકલ ચેકઅપ ટેસ્ટ પણ કરવામાં આવશે.