જૂનાગઢની શ્રીમતી આર. એસ. કાલરિયા સ્કુલનાં અંગ્રેજી માધ્યમના બાળકો ઈન્ટરનેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડમાં ઝળક્યાં
જૂનાગઢ, તા.૬
જૂનાગઢની પટેલ કેળવણી મંડળ સંચાલિત આર. એસ. કાલરીયા પ્રાયમરી સ્કૂલના અંગ્રેજી માધ્યમના ધોરણ ૪ થી ૮ ના ૫૨ વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો હતો. જેમાંથી ૩ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, જેમાં વ્યાસ કુંજ એ સ્ટેટ લેવલમાં પમું ક્રમાંક પ્રાપ્ત કરેલ હતું. વિદ્યાર્થીઓની મેળવેલી સિદ્વિ બદલ સંસ્થાનાં પ્રમુખ C.A. સવજીભાઈ મેનપરા, જાેઈન્ટ મેનેજીજીંગ ટ્રસ્ટી રતિભાઈ મારડીયા, મંત્રી શિરિષભાઈ સાપરીયા, કિશોરભાઈ મેંદપરા, કમિટિ મેમ્બર ગોકળભાઈ કોરડીયા ઈન્ચાર્જ ધીરૂભાઈ સાદરીયા, કેમ્પસ ડાયરેક્ટર ડો. દિનેશભાઈ ડઢાણીયા, એકેડેમીક ડેપ્યુટી ડાયરેક્ટર નિરજભાઈ વાછાણી તથા પ્રિન્સીપાલ આસ્થાબેન નાવાણીએ શુભેચ્છા પાઠવેલ હતી.


