જૂનાગઢમાં વિજ્યા દશમી(દશેરા) અને દિવાળીનાં પાવન તહેવાર તેમજ સંસ્થાનાં ૧૩માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ અને મીઠાઈ, ફરસાણ વિતરણ કરાયું
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩
શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ - જૂનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે અનાજ વિતરણ કરવામાં આવે છે. તો તેનાં અનુસંધાને આ વખતે નવેમ્બર મહિનામાં તા.૧-૧૧-૨૦૨૬ને રવિવારનાં રોજ આદર્શ પ્રાયમરી સ્કુલ, દુબડી પ્લોટ, ગરબી ચોક - જૂનાગઢ ખાતે સંસ્થામાં નોંધાયેલા જરૂરીયાતમંદ ૪૦ કુટુંબોને વિનામુલ્યે તેલ, ખીચડી, ખાંડ, નિમક(મીઠું), ચાની ભુકી, ચટણી, હળદર, ધાણાજીરૂ, ચોખાનાં પૌવા, સફેદ વટાણા, કપડાં ધોવાનો પાવડર, કપડાં ધોવાનો સાબુ, ન્હાવાનો સાબુ, મીકસ મીઠાઈ, ચવાણું, ફરાળી ચેવડો, મમરાની થેલી, પારલે બિસ્કીટ, વગેરે કુલ ૧૮ આઈટમ આપવામાં આવેલ હતી. આ અનાજ અને મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનાં પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડો. તૃપ્તિ ઉનડકટ મેમોરિયલ ટ્રસ્ટ - જૂનાગઢનાં પ્રમુખ પ્રો.પી.બી. ઉનડકટ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને અતિથિ વિશેષ તરીકે ઉપલા દાતાર સેવક બટુક બાપુ, ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢનાં મેને.ટ્રસ્ટી નાગભાઈ વાળા, જય સરદાર ટ્રસ્ટ - જૂનાગઢના પ્રમુખ ડો. રાજેશ ભાખર, ગાયત્રી જ્ઞાન મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢના ટ્રસ્ટી જાદવભાઈ, હર્ષભાઈ ઠાકર, મહિલા સામાજીક કાર્યકરોમાં કુમુદબેન ઠાકર, નિશાબેન ગોંદીયા, રમીલાબેન ઘુચલા, દેવીબેન દવે, ઈન્દુબેન ખાણદર, મિતલબેન રાડા, રોશનીબેન ઘુચલા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ ઉપસ્થિત મહેમાનોએ આ સંસ્થાની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી. આ અનાજ, મીઠાઈ અને ફરસાણ વિતરણના પ્રસંગે જૂનાગઢ અને બહારગામથી પણ અલગ અલગ નામી અનામી દાતાઓનો પુરેપુરો સાથ અને સહકાર મળ્યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવાં સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલાએ જહેમત ઉઠાવી હતી.


